• હેલ્પ ડેસ્ક • અબાઉટ અસ • સાઇટમૅપ • કૉન્ટૅક્ટ અસ • હોમ
અંક નં. ૧૯૬ | September 2010
ગૂગલ અર્થ/Google Earth નામની વેબસાઇટ ભારતનાં લશ્કરી મથકોના ફોટોગ્રાફ્સ આપણા દુશ્મનો પણ કમ્પ્યૂટર પર દેખી શકે એમ છડેચોક રજૂ કરે છે. ભારત તેની સામે વાંધો કેમ લેતું નથી?
ગૂગલ અર્થનો મૂળ આશય જાસૂસીનો નથી. પૃથ્વીનું અગાઉ કદી ન થયું હોય એવું સૂક્ષ્મતમ મેપિંગ કરવાનું છે.
બોલબાલા પછી બારના ભાવમાં ગયેલી શોધો
હવેના યુગમાં ટેક્નોલોજિકલ હરણફાળ ભલભલી અદ્યતન શોધને લાંબું ટકવા દેતી નથી. થોડાં જ વર્ષોમાં તેને ભૂતકાળના હવાલે કરી દે છે. આ વખતે સુપરક્વિઝમાં પણ એવી જ શોધોની વાત છે.
મોતને પડકારતો બજરંગ કૂદકો
આ વખતે એક એવા બનાવને લગતું બેકગ્રાઉન્ડ વાંચો કે જે હજી બન્યો નથી. નજીકના ભવિષ્યમાં તે બનવાનો છે અને ત્યારે જગત આખાની નજર તેની તરફ મંડાવાની છે.
વિજ્ઞાનના ઇતિહાસે ઇદમ્ તૃતીયમ્ ગણીને અવગણેલા સૌથી ‘ઑફબીટ’ પ્રયોગો
વિજ્ઞાનની તવારીખનો આરંભ 2,200 વર્ષ પહેલાં આર્કિમિડિઝના ‘યુરેકા !’ સાથે થયો ત્યારે સાથોસાથ એ પણ સિદ્ધ થયું કે વિજ્ઞાન પ્રયોગો વિના કદી વિકસે નહિ. આઇઝેક ન્યૂટને ત્રિપાર્શ્વ કાચ વડે પ્રયોગ કર્યો, માટે પ્રકાશ સાત રંગોનો બનેલો હોવાનું જાણવા મળ્યું અને તેના પગલે ઓપ્ટિકસનું નવું સાયન્સ ખીલ્યું.
બીજા વિશ્વયુદ્ધની સૌથી હૃદયદ્રાવક સમુદ્રી હોનારતમાં શાર્કના ટોળાએ જ્યારે સેંકડો જણાને કાપી ખાધા
એક વખત એવું બન્યું કે નાઝી જર્મનીના નૌકાદળની U-177 સબમરિને તે દેશના કીલ બંદરેથી નીકળી આફ્રિકાના છેક દક્ષિણ છેડા તરફનો લાંબો પ્રવાસ શરૂ કર્યો. દિવસ સપ્ટેમ્બર 17, 1942નો હતો. બીજું વિશ્વયુદ્ધ લગભગ 36 મહિના થયે બધા મોરચે પરાકાષ્ટાએ હતું. સૌથી અગત્યનો મોરચો સમુદ્રનો હતો અને તેમાં પણ હારજીતનો આખરી ફેંસલો જેના દ્વારા નક્કી થાય તે યુદ્ધ ‘બેટલ ઓફ ઍટલાન્ટિક’નું હતું.
સ્ફૂર્તિને બદલે સ્લોમોશન વડે અસ્તિત્વ ટકાવી રાખતું એમેઝોન વર્ષાજંગલોનું સ્લોથ
સંજોગોને અનુકુળ થઇ શકે એ જ પ્રાણીનું જગતમાં અસ્તિત્વ જળવાય તેવો ઉત્ક્રાંતિનો નિયમ છે અને તે નિયમ પ્રમાણે જ સજીવસૃષ્ટિની ઉત્ક્રાંતિનો ક્રમ આજ લગી ચાલ્યો છે. જીવનમરણના સંઘર્ષમાં ટકી રહેવું હોય તો ‘મારો અથવા તો મરો’ના સંગદિલ તકાદાને દરેક પ્રાણીએ અનુસરવું રહ્યું. કોઇ પ્રાણીને ક્યાં તો ફાડી ખાવું અથવા તો કોઇ પ્રાણીનો કોળિયો બનવું, ત્રીજી કોઇ વાત નહિ !
જડ્યો છે કદના સ્થાપિત વિક્રમને અને વિજ્ઞાનના સ્થાપિત નિયમને તોડતો સૌથી વિરાટ તારો
વિશેષણ તરીકે જેના માટે ‘સનસનીખેજ’, ‘રોમાંચકારી’, ‘હેરતજનક’, ‘કલ્પનાતીત’ વગેરે શબ્દો સામટા વાપરી શકાય એવા સમાચાર તાજેતરમાં (જુલાઇ, 2010માં) આવ્યા. ખગોળ - નિષ્ણાતોના વર્તુળમાં તહેલકા જેવો માહોલ પેદા થયો છે. આનું પણ કારણ સમજી શકાય તેવું છે. પૃથ્વીથી 1,65,000 પ્રકાશવર્ષ દૂર બ્રહ્માંડનો સૌથી મોટો તારો મળી આવ્યો છે અને તેણે અવકાશી તારા અંગેના સોએક વર્ષ જૂના સિદ્ધાંતનાં મૂળિયાં ખેંચી કાઢ્યાં છે.
ગ્લોબલ વૉર્મિંગની આખરી વૉર્મિંગ દરિયા નીચેની દ્વારકા બની રહેલા નીચી કાઠીના ટાપુરૂપી દેશો
એક ન્યૂઝ આઇટમ, જેને ‘ઐસા ભી હોતા હૈ’ના આકર્ષક શીર્ષક હેઠળ વર્ગીકૃત કરી શકાય તેમ છે. ન્યૂઝ હિન્દી મહાસાગરના દ્વીપસમૂહ માલદીવ દેશને લગતા છે. થોડા વખત અગાઉ ચૂંટાયેલા તેના પ્રમુખ મોહમેદ નશીદે પર્યટન દ્વારા થતી વાર્ષિક લગભગ 45 કરોડ ડૉલરની આવકનો મોટો હિસ્સો વિદેશની બેંકોમાં અનામત ડિપોઝિટ તરીકે મૂકવાનું શરૂ કર્યું છે. ભવિષ્યમાં એ રકમ વડે માલદીવની તમામ વસ્તીના સ્થાનાંતર માટે ભારતમાં, શ્રી લંકામાં કે ઑસ્ટ્રેલિયામાં જમીન ખરીદવાનો પ્લાન જાહેર કર્યો છે, કારણ કે માલદીવમાં એ પ્રજાનું ભવિષ્ય નથી. આ દેશ ધીમે ધીમે દરિયામાં ડૂબી રહ્યો છે.
Note
Note

સફારીનો આખો અંક એક જ ફ્લેશ ફાઇલના સ્વરૂપે છે અને બ્રાઉઝરની નવી વિન્ડોમાં તે ખૂલશે. આપના બ્રાઉઝરમાં પોપ અપ બટનને ડિસેબલ રાખશો.

Note
Note

સફારીની ડિજિટલ એડિશનનું લવાજમ જેમણે ભર્યું છે એ ગ્રાહકો જ આખો અંક ઓનલાઇન વાંચી શકે છે. અન્ય વાચકો પ્રિવ્યૂ વર્ઝન પર ક્લિક કરીને સફારીના અંકની ટૂંકી ઝલક જોઇ શકે છે.

InstantAccess